મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વનવિભાગનું અણઘડ આયોજન, બારડોલીમાં કુવામાં ખાબકેલી દીપડીને બહાર કાઢી ને પાંજરાના અભાવે ભાગી છૂટી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભેંસુદલા ગામે દીપડી કુવામાં પડી હતી રાત્રે દરમિયાન

વનવિભાગનું અણઘડ આયોજન, બારડોલીમાં કુવામાં ખાબકેલી દીપડીને બહાર કાઢી ને પાંજરાના અભાવે ભાગી છૂટી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભેંસુદલા ગામે દીપડી કુવામાં પડી હતી રાત્રે દરમિયાન વન વિભાગની ટીમ સ્થાનિક એનજીઓ સાથે સ્થળ પર પહોંચી પરંતુ વન વિભાગ દ્વારા યોગ્ય આયોજન નહીં કરી શકતા દીપડી પાંજરામાંથી ભાગી છૂટી હતી.

કુવામાંથી આવતો હતો અવાજ

ભેસુંદલા ગામે ગતરોજ દીપડી જોવા મળી હતી. મોટુ ફળિયામાં રહેતા લાલજીભાઈ સુખાભાઈ ચૌધરીના ઘરની બાજુમાં ગ્રામ પંચાયતનો કુવો આવેલો છે. ગત રાત્રીના 9 વાગ્યાની આસપાસ કુવામાંથી દીપડાનો અવાજ આવતા લાલજીભાઈ અમનું પરિવાર જોવા જતા એક 3 વર્ષની માદા દીપડી કુવામાં જોવા મળી હતી. એક દીપડો શેરડીના ખેતર તરફ ભાગતા જોવા મળ્યો હતો.  

પાંજરે ન પૂરાઈ દીપડી

આખ્ખુ ગામ દીપડાને જોવા ઉમટી પડ્યું હતું.  ત્યારબાદ લાલજીભાઈએ સામાજિક વનીકરણ રેંજના આર.એફ.ઓને જાણ કરી હતી. વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી હતી. એક નાનું પાંજરુ દીપડીને પકડવાં કુવામાં ઉતાર્યું હતું.  પરંતુ દીપડી પાંજરાની અંદર જવાની જગ્યા પર પાંજરા ઉપર ચઢી બહાર નીકળવા માટે છંલાગ મારવા લાગી હતી. જોકે પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા ઠોસ આયોજન નહીં થતાં દીપડી પાંજરે પુરાવા બદલે ખેતરમાં ભાગી છૂટી હતી.

આ સમાચાર શેર કરો