રાજ્યભરમાં મેઘ કહેરની આગાહી: આ 4 શહેરોમાં કરા અને વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ'
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિ

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને આજે કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લી જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી જેને કારણે આ ચારય રાજ્યોને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે અન્ય તમામ જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં ભર શિયાળે માવઠું! આ શહેરોમાં ભારે પવન સાથે કરા પડવાની આગાહી
આ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આજે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું. 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.






