મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં ભર શિયાળે માવઠું! આ શહેરોમાં ભારે પવન સાથે કરા પડવાની આગાહી

રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા

રાજ્યમાં ભર શિયાળે માવઠું! આ શહેરોમાં ભારે પવન સાથે કરા પડવાની આગાહી

રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસે ગુજરાત રાજ્યમાં આજથી લઈ આવનાર દિવસોના હવામાન અંગે માહિતી આપી હતી. તેમણે રાજ્યના હવામાન અંગે આગાહી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે શકે છે તેમજ કરા પડવાની પણ સંભાવના છે. આજે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : સાબરમતી જેલમાં ‘એક નવી ઉમ્મીદ’ કાર્યક્રમ યોજાયો, કેદીઓના બાળકોને સારા પરિણામ માટે કરાયા પુરસ્કૃત

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓછા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હિલસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિકલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટવાની શક્યતા રહેલી છે.

આ સમાચાર શેર કરો