મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપ પ્રમુખને લઈને દિલ્હીમાં બંધબારણે બેઠક યોજાઈ, જાણો કોણ રહ્યું હાજર

બીજેપીના પ્રદેશ અધ્યક્ષોને લઈ દિલ્હીમાં બેઠક યોજાઈ છે. બીજેપી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી

ગુજરાત ભાજપ પ્રમુખને લઈને દિલ્હીમાં બંધબારણે બેઠક યોજાઈ, જાણો કોણ રહ્યું હાજર

બીજેપીના પ્રદેશ અધ્યક્ષોને લઈ દિલ્હીમાં બેઠક યોજાઈ છે. બીજેપી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ સંતોષે મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત અને યુપીના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને બી.એલ. સંતોષે મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ અને યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી પિયુષ ગોયલ સાથે દિલ્હીમાં બંધબારણે બેઠક યોજાઈ હતી.

જણાવી દઈએ કે, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કેન્દ્રમાં ગયા છે. તેમનો કાર્યકાળને 20 જુલાઈએ 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હવે ગુજરાતને ટુંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. 

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભુપેન્દ્ર યાદવને રાષ્ટ્રીય ભાજપના મોવડી મંડળ દ્વારા સંગઠન પર્વ 2024-25ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ કેન્દ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાથે મિટિંગ કરી છે.  

ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને ઓબીસી અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યેજ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે. હવે 11માં પ્રદેશ પ્રમુખ ટુંક સમયમાં મળશે તેવા આજની મિટિંગથી એંધાણ મળી રહ્યા છે. આ નિરીક્ષક ગુજરાત આવશે અને સેન્સ પણ લેશે. પરંતુ ગુજરાત પ્રદેશ એક સૂરમાં કહેશે કે હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે તે માન્ય હશે. જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા છે.

આ સમાચાર શેર કરો