મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GODHRA : કાજીવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-8ની વિદ્યાર્થિની કેવી રીતે દાઝી?, FSLએ શરૂ કરી તપાસ

Godhra Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી કાજીવાડા પ્રાથમિક શ

GODHRA :  કાજીવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-8ની વિદ્યાર્થિની કેવી રીતે દાઝી?, FSLએ શરૂ કરી તપાસ

Godhra Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી  કાજીવાડા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકરી સામે આવી છે. આ શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની વર્ગખંડમાં જ ગંભીર રીતે દાઝી ગઈ છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના બની ત્યારે શાળામાં શિક્ષકો હાજર હોવા છતાં આ બનાવ બન્યો છે.

વિદ્યાર્થિની 40 ટકા દાઝી ગઈ 

ગંભીર રીતે દાઝી ગયેલી આ વિદ્યાર્થિનીને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બનાવની જાણ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને શિક્ષકોને સ્ટેન્ડ બાય રહેવાના સુચનો કર્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બાળકી 40 ટકા દાઝી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

વિદ્યાર્થિની કેવી રીતે દાઝી?, FSLએ શરૂ કરી તપાસ 

શાળામાં શિક્ષકો હાજર હોવા છતાં વિદ્યાર્થિની કેવી રીતે દાઝી તેના અંગે શિક્ષકોએ હોસ્પિટલમાં પણ મૌન સેવ્યું હતું. આ સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. 

બીજી બાજુ FSLની એક ટીમે પોલીસ સાથે શાળાએ પહોંચી તપાસ શરૂ કરી છે.FSLની ટીમે શાળાના વર્ગખંડમાંથી વિદ્યાર્થિનીના દાઝી ગયેલા કપડાં અને એક કેરબો જપ્ત કર્યો છે. આ કેરબામાં સેનિટાઇઝર હતું કે કોઈ જ્વલશીલ પદાર્થ હતું તેની પણ તપાસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો