AHMEDABAD : ધોરણ-10ની વિદ્યાર્થિની પર બે શખ્સોએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, એકની ધરપકડ
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં ભણતી સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની તબિ

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં ભણતી સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની તબિયત બગડતા તેને સારવાર માટે લઇ જવાઇ હતી. ત્યારે ડોક્ટરે સગીરાને ગર્ભ હોવાનો અભિપ્રાય આપતા પોલીસને જાણ કરાઇ હતી. સોલા પોલીસે આ મામલે બે આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
ઘટનાની વાત કરીએ તો મુળ રાજસ્થાનની 14 વર્ષની સગીરા ધો-10માં અભ્યાસ કરે છે. તાજેતરમાં સગીરાને અશક્તિની સાથે બેચેની જેવુ લાગતું હતું અને પેટમાં દુખાવો થતો હતો, જેથી તેના માતાપિતા તેને સોલા સિવિલ લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરે તપાસ કરતા સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યુ હતું.
ડોક્ટરની આ વાત સાંભળતા જ માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. જો કે બાદમાં સગીરાની પૂછપરછ કરતા તેણે સોલા ગામમાં રહેતા એક શખ્સ સાથે બે ત્રણ વર્ષથી સંબંધ હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ સોલામાં આવેલી પ્રાથમિક શાળા પાસે સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ તેના સાગરિતને બોલાવીને સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો, જેથી આ મામલે પોલીસને જાણ કરાતા સોલા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને જેમાં એક આરોપીની ધરપકડ કરી છે.






