વિસનગરના કમાણામાં જૂથ અથડામણ, પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા
વિસનગરના કમાણામાં જૂથ અથડામણ થઇ છે. હોર્ન વગાડવા મુદ્દે માથાકુટ થતા બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવા

વિસનગરના કમાણામાં જૂથ અથડામણ થઇ છે. હોર્ન વગાડવા મુદ્દે માથાકુટ થતા બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિ એટલી બગડી ગઇ હતી કે બે જૂથ સામ સામે આવી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા
મહેસાણા જિલ્લાના વિસનગરના કમાણા ગામમાં બે જૂથ વચ્ચે માથાકુટ થતા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મોટર સાઇકલનો હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતને લઇને બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેમાં ઉગ્રતા ધારણ કરી બન્ને જૂથના ટોળા સામ સામે આવી ગયા હતા. આ ઘટનામાં સમાજની વાડીને નુકસાન થયું છે અને રોડ પર પડી રહેલી મોટરસાઇકલમાં તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં સાયકલ અથડાવવા જેવી બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક બીજા પર મારક હથિયારો વડે કર્યો હુમલો
સ્થાનિક પોલીસને બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના 2 સેલ છોડ્યા હતા. આ ઘટનામાં સામેલ 7 લોકોનું કોમ્બિંગ કરી રાઉન્ડઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.






