વડોદરામાં સાયકલ અથડાવવા જેવી બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક બીજા પર મારક હથિયારો વડે કર્યો હુમલો
વડોદરામાં ફરી એક વખત બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. સાયકલ અકસ્માતના પગલે ટોળા વચ્ચે બબાલ

વડોદરામાં ફરી એક વખત બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. સાયકલ અકસ્માતના પગલે ટોળા વચ્ચે બબાલ થઇ હતી. તહેવારના ટાણે ફરી એક વખત વડોદરાની શાંતિ ડહોળવાનો અસામાજિક તત્ત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરામાં બે જૂથ વચ્ચે મારામારી
વડોદરાના નવાબજાર કાલુપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. સાયકલ અકસ્માત જેવી સામાન્ય બાબતને લઇને બે જૂથ સામ સામે આવી ગયા હતા અને મામલો ગરમાયો હતો. બે જૂથોએ એક બીજા પર મારક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં બેથી વધુ લોકો ઘાયલ થયા હતા.
બનાવની જાણ થતા જ સિટી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.






