મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં દબાણ હટાવવા મામલે તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

ગુજરાતમાં તંત્ર દ્વારા ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ ઠટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બનાસકાં

અમદાવાદમાં દબાણ હટાવવા મામલે તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

ગુજરાતમાં તંત્ર દ્વારા ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ ઠટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા તેમજ દેવભુમિ દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ હવે અમદાવાદમાંથી દબાણને મામલે તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં દબાણ દૂર કરવા મામલે AMC ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને લઇને વિમાન અમૃતસર પહોચ્યું, 33 ગુજરાતી;13 બાળકો પણ સામેલ

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મેટ્રો એપરલ પાર્ક પાસે રોડ પર થતા દબાણ દૂર કરવા ગયેલી ટીમનો દુરવ્યવહાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દબાણ ટીમ સ્થાનિક લોકોના વાહનો આડેધડ ઉપડતા હતા જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. દબાણ ટીમ દ્વારા સ્થાનિક લોકો સાથે ઉધતાઈપૂર્વકનું વર્તન કરવામાં આવ્યું હતું. જેને પગલે લોકોએ વિરોધ કર્યો હતો. તેમ કરતાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં સ્થાનિકો દબાણ ટીમ સામે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. સ્થાનિકોએ દબાણ ખાતાની ટીમ દ્વારા મારામારી કર્યાનો આરોપ સુદ્ધાં લગાવ્યા હતા.

આ સમાચાર શેર કરો