Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 104 Indians deported from US reach Amritsar

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને લઇને વિમાન અમૃતસર પહોચ્યું, 33 ગુજરાતી;13 બાળકો પણ સામેલ

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને લઇને વિમાન અમૃતસર પહોચ્યું, 33 ગુજરાતી;13 બાળકો પણ સામેલ

અમેરિકાનું મિલિટ્રી પ્લેન ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને લઇને અમૃતસર પહોચ્યું છે. અમેરિકન C-147 વિમાન ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોને લઇને ભારત પહોચ્યું છે. આ વિમાનમાં 33 ગુજરાતી સહિત 104 ભારતીય સવાર છે.  આ વિમાનમાં 13 બાળકો પણ સવાર હતા.

App Store

104 ગેરકાયદેસર પ્રવાસીઓને લઇને વિમાન ભારત આવ્યું

આ વિમાન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થઇ ગયું છે જ્યાં પોલીસ અને તંત્ર હાજર છે. એરપોર્ટ પર રહેલા એક અમેરિકન દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં કુલ 104 ભારતીય છે જેમાં 13 બાળક, 79 પુરૂષ અને 25 મહિલાઓ છે. આ ભારતીયોમાં 33 લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર જ રહેશે અને તેમને ત્યાંથી સીધા જ અમદાવાદ મોકલવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકન સરહદથી પકડવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે આ ભારતમાંથી ડંકી રૂટ દ્વારા અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.

ભારત પહોંચવા પર આ લોકોની ધરપકડનો કોઇ આધાર નથી કારણ કે તેમને કોઇ રીતે ભારતીય કાયદાનું  ઉલ્લંઘન કર્યું નથી.

ક્યા રાજ્યના કેટલા લોકો?

આ વિમાનમાં ગુજરાત-હરિયાણાના સૌથી વધુ 33-33, પંજાબના 30, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો સામેલ છે. મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને લઇને અમેરિકન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટે ટેક્સાસથી ઉડ્યુ હતું. આ વિમાનમાં 104 ગેરકાયદેસર ભારતીય પ્રવાસી સામેલ છે.