Video: પંજાબમાં એક જ દિવસમાં 1,152 ઘટનાઓ નોંધાઈ, પર્યાવરણ અને પ્રદૂષણની ચિંતા વધી

પંજાબમાં દિવાળીના દિવસે જ પરાળ સળગાવવાની ઘટનાઓમાં મોટો ઉછાળો નોંધાયો છે. 8 નવેમ્બરે રાજ્યમાં પરાળ સળગાવવાની કુલ 1 હજાર 152 ઘટનાઓ સામે આવી છે, જે ચાલુ સિઝનમાં એક જ દિવસમાં નોંધાયેલી સૌથી વધુ ઘટનાઓ છે. 7 નવેમ્બર સુધી પંજાબમાં પરાળ સળગાવવાની 3 હજાર 307 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 3 હજાર 384 ઘટનાઓ હતી. એટલે કે ગત વર્ષની સરખામણીએ પંજાબમાં 77 ઘટનાઓનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળીના દિવસે એક જ દિવસમાં 1 હજાર 152 નવી ઘટનાઓ નોંધાતા કુલ આંકડો વધીને 4 હજાર 459 થયો છે. રાજ્યના 23માંથી 20 જિલ્લામાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં વધારો નોંધાતા પર્યાવરણ અને પ્રદૂષણની ચિંતા વધી છે.
જાહેરાત







