Video: સુકના મિલિટરી સ્ટેશનમાં રાજનાથ સિંહનો સંવાદ

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળના સિલિગુડી નજીક દાર્જિલિંગના સુકના મિલિટરી સ્ટેશન ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાના જવાનો સાથે 'બડા ખાના' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે સૈનિકો સાથે બેસીને ભોજન લીધું હતું. તેમણે જવાનો સાથે સંવાદ કરીને તેમની કામગીરી અને સમર્પણની પ્રશંસા કરી હતી. સૈનિકો સાથે ભોજન કરવાનો આ કાર્યક્રમ સેનાની પરંપરા અને એકતાનું પ્રતીક છે. આ પ્રસંગે સૈનિકો અને રક્ષામંત્રી વચ્ચે આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. રાજનાથ સિંહે દેશની સુરક્ષા માટે તૈનાત જવાનોના યોગદાનને બિરદાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત