Video: લદ્દાખમાં એરફોર્સનું શૌર્ષ, 13,629 ફૂટ ઊંચા ન્યોમા એરબેઝ પર ઉતર્યું IL-76MD

સોર્સ: gstv

ભારતીય વાયુસેનાએ લદ્દાખમાં વધુ એક ઈતિહાસ રચ્યો છે. વાયુસેનાના ભારે પરિવહન વિમાન IL 76MDએ લગભગ 13 હજાર ફૂટની અત્યંત ઊંચાઈ પર આવેલા ન્યોમા એરબેઝ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. સમગ્ર વિશ્વમાં આ વિમાન દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી ઊંચાઈ પરનું લેન્ડિંગ છે, જે તેની અસાધારણ ક્ષમતાને દર્શાવે છે. આ એરબેઝ ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખાથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે. આ વ્યુહાત્મક સ્થાનને કારણે સરહદી વિસ્તારોમાં સેના માટે જરૂરી સાધન-સામગ્રી અને સૈન્ય પ્રવૃત્તિઓના સંચાલન માટે આ એરબેઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઐતિહાસિક લેન્ડિંગથી વિષમ હવામાન અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં પણ ભારતીય સેનાની યુદ્ધ તત્પરતા અને પુરવઠો પહોંચાડવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. વાયુસેનાની આ સફળતાએ સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત