મહેસાણા: ફટાકડા ફોડવાની માથાકૂટમાં પાડોશીઓ વચ્ચે મારા-મારી, વૃદ્ધ મહિલાનું મોત તો બે શખ્સો ઈજાગ્રસ્ત
રાજ્યના કેટલાક શહેરમાં સામાન્ય ફટાકડા ફોડવાની ઘટનામાં મોતના અહેવાલ સતત સામે આવી રહ્યા છે, ત્યારે આવીજ એ

રાજ્યના કેટલાક શહેરમાં સામાન્ય ફટાકડા ફોડવાની ઘટનામાં મોતના અહેવાલ સતત સામે આવી રહ્યા છે, ત્યારે આવીજ એક ઘટના મહેસાણાથી સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણામાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. મહેસાણાના વાઈડ એંગલ નજીક અભિનવ બંગ્લોઝમાં ફટાકડા ફોડવા મામલે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી.
આ પણ વાંચો: શામળાજી : હિંમતનગરના ભક્તે ભગવાન શામળિયાને 30 લાખની સોનાની પાદુકા અર્પણ કરી, જુઓ વીડિયો
મૃતક
સુધાબેન રાણા 66 વર્ષ
ઈજાગ્રસ્ત
બકેશ ભાઈ વસંતભાઈ નાયક 62 વર્ષ
આદિત્ય બકેશ ભાઈ નાયક 27 વર્ષ
માથાકૂટમાં બે પાડોશીઓ વચ્ચે ઝપાઝપી અને મારામારીમાં વૃદ્ધ મહિલાનું મોત
આ માથાકૂટમાં બે પાડોશીઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ધક્કો વાગતા તેઓ પડી ગયા હતા. વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધાને ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનું મૃત્યું થયું હતું.
સામા પક્ષે બચાવમાં ફાયરિંગ પણ કર્યું
પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે ગંભીર ઈજાથી વૃદ્ધાનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ સામા પક્ષે બચાવમાં ફાયરિંગ પણ કરાયું હતું. આ મારા-મારીની ઘટનામાં સામા પક્ષે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બન્ને શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝનના પીઆઈ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સામ-સામા પક્ષે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.








