મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એલ.જે.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા કરવામાં આવ્યું સિનેવર્સ-ફિલ્મ સ્ક્રીનીંગ ઇવેન્ટનું આયોજન  

અમદાવાદની જાણિતી એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિક

એલ.જે.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા કરવામાં આવ્યું સિનેવર્સ-ફિલ્મ સ્ક્રીનીંગ ઇવેન્ટનું આયોજન  

અમદાવાદની જાણિતી એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સમાં 11 જાન્યુઆરીના રોજ ડોક્યુમેન્ટરી ફિલ્મ, શોર્ટ ફિલ્મ, એડવર્ટાઈઝમેન્ટ અને વીડિયો સોન્ગનું ઓપન સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.  મીડિયાનાં માસ્ટર અને બેચલરનાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવા આવ્યું હતું.

જેમાં હોરર અને સસ્પેન્સ થ્રીલર 'ઇન્તઝાર', રિગ્રેટ અને ગિલ્ટની મનોદશા સાથેની 'રૂબરૂ' અને માત્ર ફિંગર મૂવમેન્ટથી બનેલી 'હેપ્ટીક લવ'નામની શોર્ટ ફિલ્મ્સ રજૂ કરવામાં આવી હતી. કિન્નર સમાજનાં શિક્ષણનાં હકને રજૂ કરતી 'તાલીમ', કુંભારની માટીકલાને દર્શાવતી 'કુંભકાર', ગુજરાત સરકારનાં વુમન સેફ્ટી બોક્ષ અને નિર્ભયા પ્રોજેક્ટ પર આધારિત 'વર્ચ્યુઅલ કોપ' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ રજૂ કરવામાં આવી હતી. 3 એડવર્ટાઈઝમેન્ટ અને વીડિયો આલ્બમ ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીત 'હર રોજ'ના ટાઈટલ હેઠળ દર્શાવવામાં આવ્યું હતું.

જેમાં સવારે 10થી બપોરે 1 વાગ્યાનાં ત્રણ ટાઇમ સ્લોટમાં થયેલી આ સ્ક્રીનીંગ ઇવેન્ટમાં ડૉ. મનીષ શાહ (પ્રેસિડેન્ટ - એલ.જે. યુનિવર્સિટી), ડૉ. વિરલ શાહ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - એલ.જે. યુનિવર્સિટી), ડૉ. દિવ્યા સોની (ડાયરેકટર - LJIMC), વિવિધ ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેકટર્સ, પ્રોજેક્ટ મેન્ટર્સ, આમંત્રિત મહેમાનો, ફેકલ્ટીઝ તથા વિવિધ ઇન્સ્ટિટ્યૂટનાં 500થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

ડૉ. દિવ્યા સોનીનાં માર્ગદર્શનમાં આયોજીત આ સિનેવર્સ ઇવેન્ટમાં મીડિયાનાં પ્રોફેસર્સ ડૉ. હાર્દિક સોલંકી, રિશાંક જોષી અને અદિતિ વર્મા. ટેકનિકલ સ્ટાફ શૈલેષ પરમાર, કૉર્સ કોઓર્ડનેટર પીનલ શાહ સહિત બેચલર ઓફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સનાં વિદ્યાર્થીઓએ ઇવેન્ટનું સમગ્ર આયોજન અને સંચાલન સફળતાપૂર્વક કર્યું હતું.

આ સમાચાર શેર કરો