રાજ્યની આ શાળામાં યોજાઈ બાલ સંસદ ચૂંટણી, ઉત્સાહભેર તમામ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
અમદાવાદના લપકાપણ ગામ નજીક આવેલી ગોકુળપુરા પ્રાથમિક શાળામાં બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર, શાળ

અમદાવાદના લપકાપણ ગામ નજીક આવેલી ગોકુળપુરા પ્રાથમિક શાળામાં બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર, શાળાના આચાર્ય સહિતના લોકો હાજર રહ્યા હતા. ચૂંટણી અંતર્ગત શાળાના પાંચ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારી પત્રકો તેમના ટેકેદાર સાથે રજૂ કર્યા હતા.
તમામ ઉમેદવારોને પોતાનું ચૂંટણી ચિહ્નન પણ ફાળવવામાં આવ્યું
તમામ ઉમેદવારોને પોતાનું ચૂંટણી ચિહ્નન પણ ફાળવવામાં આવ્યું હતું. મતદારયાદી ફોટાવાળી તેમજ મતદાર કાપલી દરેક મતદાતને આપવામાં આવી હતી.
ધોરણ 5 થી 8ના તમામ વિધાર્થીઓ અને શિક્ષકોએ મતદાન કર્યું
શાળામાં ચૂંટણી પ્રચાર કઈ રીતે કરવો, EVMમાં કઈ રીતે વોટ કરવું, મતદાન અધિકારી કઈ રીતે કાર્ય કરે છે, તે સહિત તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ધોરણ 5 થી 8ના તમામ વિધાર્થીઓ અને શિક્ષકોએ મતદાન કર્યું હતું. તમામ મતદારોએ ઉત્સાહથી મતદાન કરીને ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કર્યો હતો.






