મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા: સવગઢ ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકનું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

હિંમતનગરના સવગઢ ગામના તળાવમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું છે. બાળકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહો

સાબરકાંઠા: સવગઢ ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકનું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

હિંમતનગરના સવગઢ ગામના તળાવમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું છે. બાળકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સવગઢ ગામમાં શનિવારે  ચારથી પાંચ વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. સ્થાનિક લોકોએ બાળકની શોધખોળ હાથ ધર્યા બાદ 20 મિનિટે તળાવમાંથી બાળક મળી આવ્યો હતો.

તબીબે બાળકને મૃત જાહેર કર્યો

બાળકને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે સમગ્ર પંથક અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો