મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવરફૂલ બ્યુરોક્રેટ મનાતા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનને નહિ અપાય એક્સટેન્શન!

ગુજરાત: કે. કૈલાસનાથનનો 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. કે. કૈ

પાવરફૂલ બ્યુરોક્રેટ મનાતા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનને નહિ અપાય એક્સટેન્શન!

ગુજરાત: કે. કૈલાસનાથનનો 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. કે. કૈલાસનાથન 2013માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. લાંબા સમયથી CMOમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમને વય નિવૃત્તિ બાદની જવાબદારી સોંપાઈ હતી. વય નિવૃત્તિ બાદ પણ કે કૈલાસનાથનને એક્સટેન્શન સતત અપાય રહ્યું હતું. 30 જૂનના રોજ કે કૈલાસનાથનને અપાયેલ એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. જો કે રાજકીય વર્તુળોમાં એ પણ ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાતા કૈલાશનાથનને કેન્દ્ર સરકારમાં મોટી ભૂમિકા મળી શકે છે. ગુજરાતના પાવરફૂલ બ્યૂરોક્રેટ કૈલાશનાથનને 11મી વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

કૈલાશનાથન (KK) IAS બન્યા ત્યાર પછી સૌથી પહેલા 1981માં આસિસ્ટન્ટ કલેક્ટરની પોસ્ટ મળી હતી. તેઓ 1985માં સુરેન્દ્રનગર કલેક્ટર અને 1987માં સુરતના કલેક્ટર હતા. ત્યાર પછી તેઓ 1999થી 2001 દરમિયાન અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરના પદ પર પણ હતા. તેઓ BRTS પ્રોજેક્ટના ચેરમેન તરીકે પણ રહી ચુક્યા છે. કૈલાશનાથને મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં MSc કર્યું હતું અને ત્યાર પછી યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી MA વિથ ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી.

કે.કૈલાસનાથન (KK) ઓગસ્ટ 2006થી એપ્રિલ 2013 સુધી તત્કાલિક CM મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા હતાં. 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બાદ સેવાનિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા હતાં. ત્યાર બાદ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પણ તેઓ અગ્ર સચિવ તરીકે રહ્યાં હતાં. તેઓ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમાયા અને તેમનું એક્સટેન્શન 2 વાર લંબાવવામાં આવ્યું હતું. 

હવે કોણ બનશે મુખ્ય અગ્ર સચિવ?

ડો. હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર એસ.એસ. રાઠૌરની નિયુક્તિ છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ  ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી 30 નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયા હતા. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌર (સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર) ની નિયુક્તિ ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મ” એવોર્ડથી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.

આ સમાચાર શેર કરો