VIDEO : ગાંધીનગર-સુરતમાં ACBનું સર્ચ ઓપરેશન, ઉદ્યોગ ભવનના ભ્રષ્ટાચારી અધિકારીની 2.64 કરોડની બેનામી સંપત્તિ ઝડપાઈ
ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગ ભવનમાં ફ


ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી ACBના સકંજામાં આવ્યા છે. સોલર પ્રોજેક્ટના સેફ્ટી સર્ટિફિકેટ અને NOC આપવા બદલ લાંચ લેવાના આક્ષેપ વચ્ચે તેમની સરકારી ગાડીમાંથી 5.51 લાખથી વધુ રોકડ મળી આવી હતી. ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરતાં 1.76 કરોડથી વધુ રોકડ તેમજ અંદાજે 88 લાખના સોના-ચાંદીના દાગીના અને સિક્કાઓ જપ્ત કરાયા હતા. ACBએ કુલ 2.64 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. નિવૃત્તિને માત્ર 8 મહિના બાકી હોવા છતાં અધિકારી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોમાં ઘેરાયા છે.




