મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

1 મતની કિંમત! આ નગરપાલિકામાં 1 ઉમેદવાર માત્ર 1 મતથી વિજેતા જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે એક વોટની કિંમત શું હોય છે, તે આ પરિણામોમ

1 મતની કિંમત! આ નગરપાલિકામાં 1 ઉમેદવાર માત્ર 1 મતથી વિજેતા જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે એક વોટની કિંમત શું હોય છે, તે આ પરિણામોમાં જોવા મળ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5નું પરિણામ જાહેર થયું જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો માત્ર એક જ મતથી વિજય થયો છે. વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના 3 અને અપક્ષના એક ઉમેદવારની જીત થઈ છે. 

વોર્ડ નંબર 5માં સપાના ઉમેદવારની પેનલ વિજેતા થઈ છે. પરવેઝ અલી મકરાણીના 1466 મત મળ્યા છે. બીજા ઉમેદવાર જે એસટી રિઝર્વ હતા તેમને 920 મત મળ્યા છે. જ્યારે ત્રીજા ઉમેદવાર મુફીઝ અહેમદ શેખને 969 મત મળ્યા છે. જ્યારે તેમની સામે ઓબીસી રિઝર્વ્ડ ઉમેદવારને 968 મત મળ્યા છે. એટલે એક મતથી વિજય થયો છે. કન્ટેસ્ટીંગ ઉમેદવાર રિઝર્વ્ડ સીટ પરથી લડતા હોય એની સામે ઓપન ઉમેદવાર લડતો હોય તેમાં એસસીએસટી વધુ મત લાવે તો તેને વિજેતા જાહેર કરી શકાય છે. 

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજ વાદી પાર્ટીના 6 ઉમેદવારો જે તમામ વિજેતા થયા છે. જે પૈકી એક ઉમેદવાર માત્ર 1 મતથી વિજેતા જાહેર થયા છે. છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીમાં 6 ઉમેદવારો વિજેતા થતાં બોર્ડ બનાવવા નિર્ણાયક સાબિત થશે.

બાવળા પાલિકામાં BSP બન્યું કિંગ મેકર, સત્તા મેળવવા કોંગ્રેસ- ભાજપ અવઢવમાં 

અમદાવાદના બાવળા નગરપાલિકામાં સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 78 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આજે બાવળા ગર્લ્સ હાઇસ્કુલમાં બાવળા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોની મતગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપ 14 બેઠકો પર, કોંગ્રેસ 13 બેઠકો પર અને એક બેઠક પર બીએસપીનો વિજય થયો હતો. બાવળા નગરપાલિકામાં બહુમતિ માટે 15 બેઠકો જીતવી જરૂરી છે. જે કોઈ પણ પાર્ટીને મળી નથી. આમ બાવળા નગરપાલિકામાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. 

બાવળા પાલિકાનો કબજો કરવો હોય તો કોઈપણ પક્ષે 15 બેઠકો જીતવની હોય છે. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં જીતેલા બીએસપીના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ કિંગ મેકર બને તેવી હાલ ચર્ચાઓ જાગી છે. કેમકે ભાજપ 14 બેઠકો પર વિજય થઈ છે જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ ભાજપમાં જાય તો ભાજપને 15 બેઠકો થાય અને પાલિકા પર કબજો મેળવી શકે છે. 

પરંતુ જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસને 14 બેઠકો થાય અને ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીને 14- 14 બેઠકો મળે. આવી સ્થિતિમાં પાલિકા કબજે કરવામાં વિનિંગ ટોસ ઉછાળીને નિર્ણય લઈ શકાય છે. બાવળા નગરપાલિકામાં માયાવતીની પાર્ટીના કાળુભાઈ ચૌહાણ કોની સાથે જોડાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. કાળુભાઈ કોંગ્રેસ સાથે જશે કે ભાજપ પોતાની પાર્ટીમાં આકર્ષવામાં સફળ થાય છે તે આવનાર સમય બતાવશે. 

આ સમાચાર શેર કરો