સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 60થી વધુ નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસના ફાળે માત્ર એક નગરપાલિકા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં 68 નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ભાજપે 60 નગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં 68 નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ભાજપે 60 નગરપાલિકા પર કબ્જો કર્યો છે જ્યારે કોંગ્રેસના ફાળે એક જ નગરપાલિકા આવી છે.સાત નગરપાલિકાઓ ઉપર આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.નગરપાલિકામાં 1336 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસનો 242 બેઠક પર વિજય થયો છે.
કઇ નગરપાલિકામાં કોણ જીત્યું
માણસા ભાજપ
કરજણ ભાજપ
તલોદ ભાજપ
વડનગર ભાજપ
પ્રાંતિજ ભાજપ
રાપર ભાજપ
દ્વારકા ભાજપ
હારીજ ભાજપ
મહુધા ભાજપ
કાલાવડ ભાજપ
ડાકોર ભાજપ
જામજોધપુર ભાજપ
સાણંદ ભાજપ
રાધનપુર ભાજપ
ભચાઉ ભાજપ
ધ્રોલ ભાજપ
ઑડ ભાજપ
સોનગઢ ભાજપ
હાલોલ ભાજપ
ચાણસ્મા ભાજપ
કઠલાલ ભાજપ
સલાયા આમ આદમી પાર્ટી
કુતિયાણા સમાજવાદી પાર્ટી
રાણાવાવ સમાજવાદી પાર્ટી
આંકલાવ અપક્ષ/કોંગ્રેસ






