Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : young man concerned about the studies of children

VIDEO: Chhotaudepurના બાળકોના અભ્યાસની ચિંતા કરતો યુવક, દિવસે હીરાઘસી રાત્રે જગાવે છે શિક્ષણની જ્યોત

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને શિક્ષણ કથળી રહ્યું છે. જેને લઈ ચિંતા આર્થિક રીતે કમજોર એવા એક યુવકને આદિવાસી બાળકોની ચિંતા કરી છે. તેને ગામ જ એક મકાનમાં બાળકોને શિક્ષણ આપી રહ્યા હોય એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા હોવાને લઈ લોકોમાં અનેરી ખુશી જોવાઈ રહી છે.

App Store

પાયો નબળો 

બુલંદ ઇમારતના પાયાનું મહત્વ જેટલું છે, એટલુ જ મહત્વ બાળકોને પાયાનું શિક્ષણ મળે તે જરૂરી છે. છોટાઉદેપુર જિલ્લાની હાલ સ્થિતિ છે. જ્યાં બાળકો પાયાનું શિક્ષણ મેળવવા બાલવાડી કે પછી સ્કૂલ જતા હોય છે. ત્યાં ક્યાં તો સ્કૂલના ઓરડા નથી, કે પછી શિક્ષકોનો અભાવ અને જ્યાં શિક્ષકો છે. ત્યાં બાળકોને જરૂરી શિક્ષણ આપતા ના હોવાનું લોકોનું કહેવું છે, કારણ કે આજે કેટલીક સ્કૂલના બાળકો આઠમાં ધોરણમાં પહોંચ્યા છે. પણ 1 થી 100 લખતા નથી આવડતું કેટલાક બાળકોને તો પોતાનું નામ પણ લખતા નથી આવડતું. જેથી બાળકો પોતાના ભાવિનું ધડતર કરી શક્યા નથી. 

શિક્ષણનું સ્તર નબળું

સરકાર તરફથી આદિવાસી બાળકોને શારૂ શિક્ષણ મળે તે માટેની તમામ ખર્ચ કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં મોડલ સ્કૂલો પણ બનાવવામાં આવી છે. પણ શિક્ષકો દ્વારા જે બાળકોના ધડતર માટે બેદરકારી દાખવવામાં આવે છે. તેનું પરિણામ બાળકો ભોગવી રહ્યા છે. જેને લઈ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણને લઈ એ સ્થિતિ ઊભી થઈ છે, કે દિવસને દિવસે શિક્ષણ સ્તર નીચે જતું જોવાઈ રહ્યું છે. બોર્ડની પરીક્ષામાં છોટાઉદેપુરમાં પરિણામ છેલ્લા જ ક્રમે આવે છે.

બાળકોને કરાવે છે અભ્યાસ

બસ આ જ વિચાર કવાંટ તાલુકાના વાંટડા ગામના એક યુવક વાલસિંગ રાઠવાને એવો વિચાર આવ્યો કે મારા આદિવાસીના બાળકોના ભવિષ્યનું શું? જો આને આજ સ્થિતિ રહેશે. તો બાળકો પોતાના ભાવિનું ધડતર કેમ કરીને કરશે? બસ આજ વિચારે એક એવા વિચારે યુવક કે જે આર્થિક રીતે કમજોર છે, હીરા ધસીને પોતાનું જીવન ગુજારે છે. છતાં આ યુવકે ગામમાં જ મકાનમાં અને આસપાસના ૪૦ થી વધુ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. જોકે અહીં જે બાળકો અભ્યાસ માટે આવે છે, તેમના વાલી પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. વિચાર છે, બુલંદ એવા આ યુવક આઈટીઆઈ ડીઝલ મેકેનિક છે. ગામના બાળકોને અભ્યાસ કરાવી બાળકો તેમના ભવિષ્યમાં કંઈક કરી બતાવે તેવી ઇચ્છા રાખી રહ્યા છે.

ટોપિક્સ:chhotaudepureducationkvant