મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડોક્ટર ગેરહાજર, નર્સે ડિલીવરી કરાવતા મહિલાનું મોત, ગુજરાતમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થાનો વધુ એક પુરાવો!

ગુજરાતની આરોગ્ય સેવા 'બિમાર' હોવાનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. ફરી એક વાર આરોગ્ય સેવાની ઉણપને લઈ એક મહિલા પ

ડોક્ટર ગેરહાજર, નર્સે ડિલીવરી કરાવતા મહિલાનું મોત, ગુજરાતમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થાનો વધુ એક પુરાવો!

ગુજરાતની આરોગ્ય સેવા 'બિમાર' હોવાનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. ફરી એક વાર આરોગ્ય સેવાની ઉણપને લઈ એક મહિલા પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના મોટી સાધલી ગામની મહિલાની નોર્મલ ડિલીવરી થયા બાદ તેનું મોત થતા પરિવાર જનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના આ ગામે હજુ નથી પહોંચી પાકી સડક, મેડિકલ ઈમરજન્સીમાં પણ નથી આવી શકતી 108 એમ્બ્યુલન્સ

ગાયનેક વગર ડિલીવરી

ગત રાત્રિના સમયે મહિલાને પ્રસૂતા પીડા ઉપડતાં તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જ્યાં મુખ્ય ગાયનેક ડોક્ટર ન હોય મહિલાને સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જોકે મહિલાને નોર્મલ ડિલીવરી થઈ હતી. ત્યારબાદ અચાનક મહિલાને પુષ્કળ પ્રમાણમાં બલ્ડીંગ થયા તેનું હોસ્પિટલ ખાતે જ મોત નીપજયુ હતું. તો પછી તેને છોટાઉદેપુર ખાતે કેમ રિફર કરવામાં આવે તે બાબત મહિલાના સ્નેહીજનોએ સાધલી ગામની હોસ્પિટલ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો.

પરિવારના આક્ષેપ

મહિલાના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, નોર્મલ ડિલીવરી થઈ હતી. તો પછી કેમ તેને રીફર કરવામાં આવી હતી. જવાબદાર ડોક્ટરની ગેરહાજરી હતી, તો કેમ ડિલીવરી કરવામાં આવી હતી. અનેક આક્ષેપોને લઈ પરિવારજઓએ હોબાળો મચાવતા પોલીસને ઘટના સ્થળ પર પહોંચવાની ફરજ પડી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આ એક બનાવ નથી, અનેક વખત આરોગ્ય સેવાના અભાવે પ્રસૂતા મહિલાઓના જીવ ગયા છે. પણ આરોગ્ય વિભાગ કેમ આ બાબતે નોંધ નથી લઈ રહી તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો