VIDEO : છોટા-ઉદેપુરના કદવાલમાં રિંછે આધેડ પર જીવલેણ હુમલો કર્યો
સોર્સ : Gstv
છોટા-ઉદેપુરના કદવાલના વસંતગઢ ડેમ વિસ્તારમાં રીંછના જીવલેણ હુમલાથી આધેડ ઇજાગ્રસ્ત થયા છે. વસંતગઢ ડેમ વિસ્તારમાં આવેલા ગામમાં 52 વર્ષીય બળવંતસિંહ રાઠવા સવારે 5 વાગ્યે ઘરની બહાર નીકળતા હતા, ત્યાર રીંછે તેમના પર આક્રમક હુમલો કર્યો હતો. હુમલામાં તેમને છાતી અને ગળાની જમણી બાજુએ ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં રીંછના આવનજાવનને લઈને લોકોમાં ભયનો માહોલ છે.

