VIDEO : ધોરાજીના ચિચોડ ગામ પાસે ચેકડેમ તૂટ્યો, 1200 વીઘા જમીનનું ધોવાણ થયું
DHORAJI RAJKOT NEWS : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચિચોડ ગામ પાસેનો ચેકડેમ તૂટી જવાથી ચીચોડ ગામ પંથ

DHORAJI RAJKOT NEWS : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચિચોડ ગામ પાસેનો ચેકડેમ તૂટી જવાથી ચીચોડ ગામ પંથકની અંદાજિત 1200 વીઘા ખેતીની જેટલી જમીનમાં ધોવાણ થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ચિચોડ પાસે ગત વર્ષે તળાવ તોડી પાડવામાં આવેલ જે બાદ રીપેર નહીં થતાં પરિસ્થિતિ બગડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિક ખેડૂતોએ સરપંચ અને તંત્ર પર આક્ષેપ લગાવ્યો છે.
ચેકડેમ તૂટતાં ચિચોડ, કાથરોટા, સમઢીયાળા, હાથફોડી, નાગલખેડા સહિતના 350 જેટલા ખેડૂતોની જમીન ધોવાઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વરસાદથી થયેલ નુકસાન અને જમીન ધોવાણ અંગે સરકારને તંત્ર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
સરકાર અને તંત્ર કાર્યવાહી નહીં કરે તો ખેડૂતોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિક ખેડૂતોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.






