મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ચાર્જિંગ સ્ટેશન બન્યા શોભાના ગાંઠિયા, લોકો માણે છે જમણવારની જ્યાફ્ત

સુરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત પ્રચલિત છે. ત્યારે ખાવા પીવાના શોખિન સુરત

સુરતમાં ચાર્જિંગ સ્ટેશન બન્યા શોભાના ગાંઠિયા, લોકો માણે છે જમણવારની જ્યાફ્ત

સુરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત પ્રચલિત છે. ત્યારે ખાવા પીવાના શોખિન સુરતીઓ ભોજન ઘરે જમવાની જગ્યાએ બહાર જમવાનું પસંદ વધુ કરતાં હોય છે. ત્યારે ગોપી તળાવ ફરવા માટેનું ડેસ્ટિનેશન છે. જો કે, પાલિકાની નીતિ રીતિના અભાવે અહિં ઉભા કરાયેલા ઈવી ચાર્જિંગ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

આ પણ વાંચો: સિંહ દર્શન: જો તમે ગીર જઈ રહ્યા છો તો જાણી લો આ ખાસ સૂચના, વન વિભાગ અને મિતિયાળા અભયારણ્યે જાહેર કર્યું રેડ એલર્ટ

વાહનને ચાર્જ કરવાની જગ્યાએ જમણવાર

સુરતના ગોપી તળાવ EV ચાર્જિંગ પોઇન્ટ પર લોકો પોતાની ઈલેક્ટ્રિક કાર ચાર્જ કરવાની જગ્યાએ પેટ પૂજા કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ચાર્જિંગ પોઈન્ટ જમણવારનું સ્થળ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. લોકો પ્રસંગ માટે મહેમાનોને જમાડવા માટે આ EV ચાર્જિંગ પોઇન્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતાં.

વાહનો ઘટતાં ચાર્જિંગ સ્ટેશન ખાલી ખમ

સુરતમાં EV ચાર્જિંગ પોઇન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. કોર્પોરેશન દ્વારા કરાયેલો કરોડોનો ખર્ચ પાણીમાં હોય તેવું સામે આવ્યું છે. પાલિકા દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. જેથી આ દ્રશ્યો જોવા મળે છે. બીજી તરફ સરકારે સબસિડી ઘટાડી દીધી હોવાથી પણ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી ઓછી કરતાં હોવાથી પણ ચાર્જિંગ સ્ટેશન ખાલી રહેતા હોવાથી પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો