ગીર સોમનાથ: ધામળેજના દરિયાકાંઠેથી 4 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથના દરિયાકાંઠેથી

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથના દરિયાકાંઠેથી ચરસના પેકેટો મળી આવ્યા છે. ધામલેજના દરિયા કિનારેથી એસઓજી પોલીસને ચરસના 9 પેકેટ મળી આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ધામળેજના દરિયા કિનારેથી એસઓજીને ચરસનો જથ્થો મળી આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન આશરે ૪ કરોડની કિંમતના ચરસના 9 પેકેટ મળી આવ્યા છે. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ.એસ.એલને જાણ કરવામાં આવી છે.
અગાઉ કચ્છ અને દ્વારકા દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. 10થી 12 કિલો ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ હોવાનું સામે આવ્યું હતું. તેમજ દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી 23.63 કિલો ચરસ મળ્યું હતું. ચરસના 21 પેકેટોની કિંમત અંદાજીત 11.84 કરોડ થઈ હતી. .






