મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ, સુરત બાદ હવે નવસારીના દરિયા કાંઠેથી પકડાયું 30 કરોડનું ચરસ

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. વલસાડ અને સુરત

વલસાડ, સુરત બાદ હવે નવસારીના દરિયા કાંઠેથી પકડાયું 30 કરોડનું ચરસ

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. વલસાડ અને સુરતમાંથી ચરસના પેકેટ મળી આવ્યા બાદ નવસારીના ચાંગલી દરિયાકાંઠા વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી ચરસના 50 પેકેટ મળી આવ્યા છે.  

નવસારીમાં આવેલ જલાલપોરના ઓંજલ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 50 પેકેટ મળી આવ્યા હતા. જેનું અંદાજિત વજન 60 કિલો જેટલું હતું. જેની બજાર કિંમત 30 કરોડ જેટલી આંકવામાં આવી છે. હાલ તો પોલીસે હસિસ નામના ચરસના જથ્થાને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

અગાઉ વલસાડ અને સુરતમાંથી ચરસ ઝડપાયું હતું

ઉલ્લેખનીય છે કે, વલસાડના દરિયા વિસ્તારમાંથી 13 ઓગસ્ટે ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.  12 ઓગષ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આ અગાઉ સુરત 12 ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી SOG પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. 

આ સમાચાર શેર કરો