મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CHANDIPURA : હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં 10 બાળ દર્દીઓના મોત, હાલ 4 સારવાર હેઠળ

Chandipura Virus in Gujarat : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિ

CHANDIPURA : હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં 10 બાળ દર્દીઓના મોત, હાલ 4 સારવાર હેઠળ

Chandipura Virus in Gujarat : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થયો છે. આજ સુધીમાં કુલ 10 બાળ દર્દીઓના મોત થયા છે તો 4 સારવાર હેઠળ છે. 

સાબરકાંઠા જિલ્લામાં દરરોજ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે, જેમાં આજ સુધીમાં 10 બાળ દર્દીઓના મોત થયા છે. હિંમતનગર સિવિલમાં રાજસ્થાન, અરવલ્લી, ખેડા સહિત જિલ્લાના ચાંદીપુરાના કુલ ૩૧ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે, જેમાં 30 દર્દીઓના સેમ્પલ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા,  જેમાંથી 8  બાળ દર્દીઓ પોઝેટીવ આવ્યાં છે,  જેમાંથી 2 દર્દીઓના મોત પણ થયા છે. હાલમાં હિંમતનગર સિવિલ માં કુલ 4 બાળ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ 4માંથી  જેમાં એકની તબિયત નાજુક થતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યુ છે. 

સાબરકાંઠા જિલ્લામાં હજુ પણ ચાંદીપુરા વાયરસના કેસ વધવાની આશંકા છે.  હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં બેડની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 61 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.

આ સમાચાર શેર કરો