મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હજુ 3 દિવસ હીટવેવની શક્યતા, હીટ સ્ટ્રોક સહિતના કેસમાં વધારો-રાજ્યના આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર 

ગુજરાત સહિત સુરતમાં હીટવેવની સ્થિતિ ગંભીર બની રહી છે. લોકોના મોત થઈ રહ્યાં છે.

હજુ 3 દિવસ હીટવેવની શક્યતા, હીટ સ્ટ્રોક સહિતના કેસમાં વધારો-રાજ્યના આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર 

ગુજરાત સહિત સુરતમાં હીટવેવની સ્થિતિ ગંભીર બની રહી છે. લોકોના મોત થઈ રહ્યાં છે. બેભાન થવા સહિતના કેસમાં વધારો થયો છે. ત્યારે ગુજરાત આરોગ્ય એડિ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા છે. જેમણે પાલિકાના આરોગ્ય વિભાગ અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, એપ્રિલ અને મેં માં શરૂઆતમાં રાજ્યમાં 108 ને 50 જેટલા કેસ મળ્યા હતા. ત્યારે છેલ્લા 5 દિવસથી 224 જેટલા કેસ મળી રહ્યા છે. હાલમાં પણ 108ને મળતા કેસોનું મોનિટરીગ કરવામાં આવી રહ્યું છે.

ગરમીને લગતાં કેસમાં વધારો

રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડો. નિલમ પટેલએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે. 7 જિલ્લામાં 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયો છે. હીટવેવની સ્થિતિ છે. પરિણામે હીટ વેવ, હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 108માં જે કેસ આવતાં તેમાં વધારો થયો છે. શરૂઆતમાં 50થી 60 કેસ મળતાં હતાં. પરંતુ જેમ ગરમીનું પ્રમાણ વધતાં હાલ 80-90 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર દિવસમાં કેસમાં 106થી 188 સુધી અને ગઈકાલે 224 જેટલા કેસ નોંધાયા છે. તાપમાનના લીધે જે તકલીફ થાય છે તેમાં ચોક્કસ વધારો થયો છે. હીટવેવ અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. 82 જેટલા હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. હીટવેવના લીધે મોત થયું હોય તેવું હજુ એક પણ થયું નથી. તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે. જેના આધારે આ કાર્યવાહી થાય છે. 10 કેસ હીટવેવના જે જોવા મળ્યા હતાં તેમાં કોઝ ઓફ ડેથ હજુ આઈડેન્ટિફાય થયા નથી. 

3 દિવસ વધુ સાવધાની રાખવી

કોર્પોરેશન પણ સારી કામગીરી કરે છે. ઓઆરએસ, ઠંડાપાણીની વ્યવસ્થા સહિત શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પાલિકા દ્વારા રાજ્યભરમાં થઈ રહી છે. જેથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી થાય તે જરૂરી છે. બપોરના સમયે લોકો ઘરની બહાર ન નીકળે તે જરૂરી છે. એટલે જ મજૂરી કામ પણ બંધ કરાવવાનું કહેવામાં આવ્યું છે. લોકોને બહાર નીકળવું પડે તો લીંબુ શરબત સહિતના પીણાનું સેવન વધારે કરે તે જરૂરી છે. હાઈરિસ્કમાં બાળકો, વૃદ્ધો અને ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓએ તો ખાસ બહાર ન નીકળવું જોઈએ.હજુ 3 દિવસ તાપમાન વધુ રહી શકે તેમ છે. 

આ સમાચાર શેર કરો