અમદાવાદમાં ચકચારી ઘટના: SG હાઇવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે યુવકનો મૃતદેહ મળ્યો
અમદાવાદના SG હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે

અમદાવાદના SG હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે નિર્માણાધીન સ્કીમમાં યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
મોડી રાતથી યુવકનો મૃતદેહ ક્રેન પર લટકતો હોવાની માહિતી સામે આવી હતી. જોકે, સવારે આશરે 8 વાગ્યા સુધી પણ મૃતદેહ આ જ સ્થિતિમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મૃતદેહને ક્રેન પરથી નીચે ઉતારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સંબંધિત તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
બાદમાં યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.






