મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પ્રથમવાર ચૈત્રિ નવરાત્રિનું આયોજન, નો ડ્રગ્સની થીમ પર જાણીતા કલાકારો ખેલૈયાઓને રમાડશે ગરબે

સુરતમાં સૌ પ્રથમવાર ચૈત્રિ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ્સ અંગેની જાગૃતિ ફેલાવવાની સાથે સા

સુરતમાં પ્રથમવાર ચૈત્રિ નવરાત્રિનું આયોજન, નો ડ્રગ્સની થીમ પર જાણીતા કલાકારો ખેલૈયાઓને રમાડશે ગરબે

સુરતમાં સૌ પ્રથમવાર ચૈત્રિ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ્સ અંગેની જાગૃતિ ફેલાવવાની સાથે સાથે વ્યસન મુક્તિ અને વૃક્ષો વાવોની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. આઉટર રિંગ રોડ કોસમાડા ખાતે 10 દિવસના આયોજનમાં રોજે રોજ ગુજરાતના નામાંકિત કલાકારો ગરબાની ધૂમ મચાવશે. 1 લાખ સ્ક્વેર ફૂટ જગ્યાઓમાં 10 દિવસ 10 અલગ અલગ કલાકારો ખેલૈયાઓને ગરબે રમાડવા આવવવાના છે.

7 હજાર ખેલૈયા ગરબે રમશે

ચૈત્રિ નવરાત્રિ અંગે વિપુલ બુહાએ કહ્યું કે, સંપદા ફેસ્ટિવિટી સ્થિત વ્યસનમુક્તિ જેવા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે. ત્યારે ઘણા સમયથી વિચાર હતો કે, યુવાનો ચૈત્રિ નવરાત્રિ અંગે જાણે અને તેને પણ મનભરીને માણે તે માટે અમે આયોજન કરી રહ્યાં હતાં. ત્યારે તમામ લોકોનો સાથ અને સપોર્ટ મળતા આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 હજાર ખેલૈયા એક સાથે ગરબે રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસનો મળ્યો સાથ

આયોજકોએ કહ્યું કે, ગરબાના જાણિતા નામોમાં કિંજલ દવે, પૂર્વા મંત્રી, જીગરદાન ગઢવી, હરિઓમ ગઢવી, ઓસમાણ મીર, ભૂમિ ત્રિવેદી, ગીતા રબારી, જયસિંહ ગઢવી, ઐશ્વર્યા મજમૂદાર, ઉમેસ બારોટ સહિતના કલાકારો લાઈવ પર્ફોર્મ કરવાના છે. રોજ રોજ ભારતીય સંસ્કૃતિની સાથે સાથે સામાજિક સંદેશાઓ આપવામાં આવશે. વિજેતાઓને ઈનામો પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ સહિતના સરકારના વિભાગોનો પણ પૂરતો સાથ સહયોગ મળ્યો હોવાનું આયોજકોએ કહ્યું હતું.

આ સમાચાર શેર કરો