છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાતે ચૈતર વસાવા, ડોક્ટર સહિત આરોગ્ય લક્ષી સુવિધામાં વધારો ન થાય તો આંદોલનની ચીમકી
છોટાઉદેપુરમાં હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો

છોટાઉદેપુરમાં હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ત્યારે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને તબીબોની અછતને લઈને ઉગ્ર પ્રતિસાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યો હતો.
દર્દીઓને હાલાકી
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જિલ્લાની હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ અને આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, આંખના ડોક્ટરનો અભાવ છે. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડોક્ટરની ભરતી કરવા ચીમકી
ચૈતર વસાવાએ કહ્યું કે, તબીબો અને આરોગ્ય લક્ષી અસુવિધાઓની સરકારમાં રજૂઆત કરીશું.સરકાર ડોક્ટરોની ભરતી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો સમયસર તબીબી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.








