“મનસુખ વસાવા અસલી આદિવાસી હશે તો આંદોલનમાં જોડાશે”, ચૈતર વસાવાના પ્રહાર
વડોદરમાં આદિવાસી સમાજ દ્વારા બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સ

વડોદરમાં આદિવાસી સમાજ દ્વારા બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. બેઠકમાં 21મી ઓગસ્ટે બોલાવવામાં આવેલા ભારત બંધના નિર્ણયને ટેકો આપવામાં આવ્યો છે. આ સાથે જ તમામ આદિવાસી સમાજને એકજૂથ થઈ બંધને સફળ બનાવવાની અપીલ કરાઈ હતી.
આ બેઠકમાં ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમન્વય મંચ,ભારતના પ્રમુખ અમરસિંહ ઝેડ. ચૌધરી, આદિવાસી એકતા મંચ, ભિલોડાના ડૉ.રાજન ભગોરા, આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ડૉ.શાંતિકર વસાવા અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના ડૉ.પ્રદીપ ગરાસિયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હાજર રહેલા તમામ આદિવાસી નેતાઓએ એકી સુરે જણાવ્યું હતું કે, આગામી 21 ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓ જોડાશે અને આદિવાસીઓ માટે પોતાનો અવાજ રજૂ કરશે.
બંધમાં ભાજપાનાં સાંસદ મનસુખ વસાવાના જોડાવવા અંગે ચૈતર વસાવાએ ટિપ્પણી કરી કે મનસુખ વસાવા આદિવાસી સમાજના સાચા આગેવાન હશે, તો બંધમાં જોડાશે, જો નકલી આદિવાસી હશે, તો નહીં જોડાય.






