મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાણપુર CHCમાં ડોક્ટરની બેદરકારીને લઈને આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર

બોટાદ: રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની

રાણપુર CHCમાં ડોક્ટરની બેદરકારીને લઈને આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર

બોટાદ: રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની બેદરકારીને લઈને આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ આરોગ્ય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ આક્ષેપ લગાવ્યો છે કે, રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટર દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરે છે. ડોક્ટર સારવાર આપવાના બદલે દર્દીઓને બહાના આપી અન્ય દવાખાને સારવાર માટે મોકલે છે. રાણપુર સી.એસ.સી વિરૂધ્ધ લોકોએ અનેકવાર રજૂઆતો મારી પાસે કરેલ છે.

DocScanner05-Nov-20241-05pmpdf_4RHvHtj51730821963.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

ગત 29 ઓક્ટોબરે ડોક્ટરે સારવાર ન આપતા રાણપુરના રામજીભાઈ ગાગડીયા નામના વ્યક્તિનું મૃત્યું થયું હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે. મૃતકના પુત્રએ પણ ડોક્ટર વિરૂધ્ધ આરોગ્ય મંત્રીને અરજી કરી છે. રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિરૂધ્ધ તપાસ કરીને કાર્યવાહી કરવા આરોગ્ય સમિતિના ચેરમેને માંગ કરી છે.

રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની બેદરકારીને લઈને આરોગ્ય મંત્રીને કરેલ રજૂઆત મામલે ચેરમેન કેશુભાઈ પંચાળાએ સમગ્ર મામલે મીડીયાને માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો