મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારત-પાકિસ્તાનની કચ્છ બોર્ડર પર સૈનિકો સાથે દિવાળી તહેવારની ઉજવણી, ગીફ્ટ આપવાની સાથે જવાનોના મોં કરાવાયા મીઠા

સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત-પાક. કચ્છ બોર્ડર પર આજરોજ સેક્ટર

ભારત-પાકિસ્તાનની કચ્છ બોર્ડર પર સૈનિકો સાથે દિવાળી તહેવારની ઉજવણી, ગીફ્ટ આપવાની સાથે જવાનોના મોં કરાવાયા મીઠા

સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત-પાક. કચ્છ બોર્ડર પર આજરોજ સેક્ટર બી એસ એફ હેડ ભુજ ખાતે રાષ્ટ્રગીતનાં ગાન સાથે ઉજવણી કરી હતી. તેમજ ભેડિયા બેટ હનુમાંન મંદિર ધર્મશાળા અને ખાવડા બેટ ચોકીઓ ખાતે સૈનિકોની સાથે મીઠાઈ તેમજ  ગિફ્ટ આપીને દિવાળીનાં તેહવારની ઉજવણી કરી હતી.

જવાનોની સ્થિતિ અનુભવી

ઘનશ્યામ બિરલાએ માહિતી આપતા કહ્યું કે, દેશનાં વીર જવાનો કેવી વિષમ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરે છે. તે અમારી ટીમે પ્રત્યક્ષ જોયુ હાલ ઓગસ્ટ મહિનો ચાલે છે. છતાં બોર્ડર પર 40 ડિગ્રી જેટલી ભયંકર ગરમી પડે છે. તો ઉનાળામાં અગન ગોળા વરસાવતી ગરમીમાં જવાનોની શું હાલત થતી હશે. તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બોર્ડર પર જવાનોને મળી તેની પરિસ્થિતિ જાણીને અમારી સંસ્થા જવાનો માટે શું કરી શકે છે. તે અંગે તેમની પાસેથી જાણ્યુ હતું.

જવાનોએ કામગીરી બિરદાવી

જવાનોએ વાતચીતમાં જણાવ્યું કે, અમે ભારત દેશની વિવિધ સરહદો પર ફરજ બજાવીયે છીએ. પણ અમોને ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરતનાં લોકો દ્વારા સરહદનાં જવાનો માટે જે સેવા કાર્ય કરવામાં આવે છે. તે અમારા માટે એક મિશાલ સમાન છે. અમારી ટીમનાં સભ્યોએ ભારત પાકની જીરો બોર્ડર પરનાં ભેડીયા બેટ જેવા દુર્ગમ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.ત્યાં સૈનિકો કેવી રીતે બોર્ડરની રક્ષા કરે છે. તે જાણ્યું હતું. ખાવડા, હનુમાન મંદિર ચોકી, ધર્મશાળા જેવી વિવિધ ચેક પોસ્ટ પરનાં ચોકીનાં કમાન્ડરોએ દેશનાં જવાનો પ્રત્યેની અમારી સંસ્થાની દિવાળીનાં તેહવાર ઉજવ્યો હતો.

આ સમાચાર શેર કરો