મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CBSEના ધોરણ 10ના પરિણામમાં સફળતાનો રેકોર્ડ બનાવનાર વિદ્યાર્થીઓએ કહ્યું,-હાર્ડની સાથે સ્માર્ટવર્ક જરૂરી

CBSE દ્વારા માર્ચ 2024માં ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ફ

CBSEના ધોરણ 10ના પરિણામમાં સફળતાનો રેકોર્ડ બનાવનાર વિદ્યાર્થીઓએ કહ્યું,-હાર્ડની સાથે સ્માર્ટવર્ક જરૂરી

CBSE દ્વારા માર્ચ 2024માં ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી એકવાર ડંકો વગાડતી સફળતા હાંસલ કરી છે. રેકોર્ડ બ્રેક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ કહ્યું કે, વર્તમાન સમયમાં માત્ર હાર્ડ વર્ક નહી પરંતુ સ્માર્ટવર્ક પણ એટલું જ જરૂરી છે. મોબાઈલ સહિતના ઈન્સ્ટ્રુમેન્ટના સદઉપયોગથી આ સફળતા મેળવી શકાઈ છે. 

ઉત્કૃષ્ટ પરિણામ

ઘ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ 174 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 34 વિદ્યાર્થીઓએ 90% થી વધુ ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે અને 72 થી વધુ વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા છે. શાળાનું પરિણામ સો ટકા (100%) આવ્યું છે.વિદ્યાર્થીઓમાં મરજી કોલાહ, સૌમ્યા ઝા અને દિશા ત્રિવેદીએ 96.80% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બોર્ડમાં  ઉત્કૃષ્ટ  પરિણામ પ્રાપ્ત કરવામાં શાળાના મહેનતુ શિક્ષકોએ ખૂબ જ ફાળો આપ્યો હતો. 

વિદ્યાર્થીઓ થવાયા

એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવીને આ ખુશીને બમણી કરી દીધી હતી. ધો. ૧૦ માં A1-ગ્રેડમાં 40  વિદ્યાર્થીઓ,  A2-ગ્રેડમાં  98  વિદ્યાર્થીઓ, B1- ગ્રેડમાં  111  વિદ્યાર્થીઓ અને B2- ગ્રેડમાં  78 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.  વિદ્યાર્થીઓએ કરેલ કઠિન પરિશ્રમ , અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીમિત્રોના સરાહનીય સહકાર દ્વારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ધીરજ ધરી શકે તે ધાર્યું કરી શકે છે.

આ સમાચાર શેર કરો