સુરતના નેચર પાર્કમાં યુવકને દંડ, આંબેથી કેરી તોડતા ઝડપાતા ભરવા પડ્યા રૂપિયા 200
સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં એક યુવકને દંડ થયો હતો. યુવકે આંબે લટકતી કેરી જોઈને પાડવા માટ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં એક યુવકને દંડ થયો હતો. યુવકે આંબે લટકતી કેરી જોઈને પાડવા માટે પથ્થરનો ઉપયોગ કર્યો હતો. જો કે, નેચરપાર્કના તંત્ર દ્વારા યુવકને 200નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
યુવકને લાલચ ભારે પડી
ઘણા લોકો જાહેરમાં આવેલા વક્ષોને જોઈને દલા તરવાડી જેવી નીતિ અપનાવતા હોય છે. ત્યારે સરકારી વૃક્ષ છે, એટલે કોઈ કઈ કહેશે નહીં એવું માનીને ફળો તોડવામાં આવે છે. પરંતુ જો મહાનગરપાલિકાની નજરમાં ફળ તોડનાર પકડાય તો તેને દંડ પણ કરવામાં આવે છે. શહેરના સરથાણા નેચર પાર્કમાં સચીન નામનો યુવક આંબા પર કેરીના ઝૂમખા જોઈને પાડવા માટે લલચાયો હતો.
ફોટો પણ પાડી લેવાયો
યુવક કેરી પાડતો હતો એ દરમિયાન જ ત્યાના સિક્યુરિટીની નજર પડી હતી અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેને પગલે સચીનને કેરી તોડવા બદલ રૂ.200નો દંડ ફટકારાયો હતો. સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે, જેની અંદર ઘણા આંબાના ઝાડ આવેલા છે. હાલમાં કેરીની સીઝન હોવાથી ઘણી કેરીઓ આવેલી છે. ખાસ વાત એ છે દર વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયામાં કોન્ટ્રાક આપી દેવામાં આવે છે. જેટલી પણ કેરી આવે તે તેમને લઈ લેવાની. જોકે, આ વર્ષે હજુ સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી.








