ભરૂચમાં રસ્તા પર રખડતાં પશુઓનો ત્રાસ, વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી
હાઈકોર્ટના આદેશ બાદ પણ ભરૂચમાંથી રખડતા પશુઓનો ત્રાસ ઓછો થવાનું નામ લેતો નથી. ચોમાસાની શરૂઆત

હાઈકોર્ટના આદેશ બાદ પણ ભરૂચમાંથી રખડતા પશુઓનો ત્રાસ ઓછો થવાનું નામ લેતો નથી. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરીજનોને રખડતા પશુઓનો ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. પશુઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારમાં અડીંગો જમાવી દેતા હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો હાલાકી અનુભવી રહ્યાં છે. ત્યારે વિપક્ષ ભોગવતાં હોય છે.જોકે તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બામાં પુરાય તેવી લોક માગ કરી રહ્યા છે.
નક્કર કાર્યવાહી થતી નથી
ભરૂચ શહેરમાં ભૃગુઋષિ બ્રિજ થી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ,બાયપાસ ચોકડી,મહોમદપુરા સહિતના વિસ્તારમાં પશુ માલિકો રખડતાં પશુઓને છોડી મુકતા તેઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારમાં અડિંગો જમાવે છે.ત્યારે ભરૂચ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠયા છે. પશુઓને રખડતા મુકી દેનારા પશુપાલકો સામે કડક પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહયું છે.ભરૂચમાં રખડતા પશુઓને રાખવા માટેની જગ્યાનો અભાવ છે તેથી પાલિકા તંત્ર પશુ પાલકો પાસેથી માત્ર દંડની વસુલાત કરી સંતોષ માને છે. પશુપાલકો પણ દંડની રકમ ભરી ફરીથી પોતાના પશુઓને રખડતાં મુકી દેતાં હોય છે જેથી આ સમસ્યાનો અંત આવતો નથી.
દંડનિય કાર્યવાહીની માગ
વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યુ હતુ કે,શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યા છે પાલિકા દ્વારા દર વર્ષે આ પશુઓને પકડવા માટે કમિટીઓ બનાવે છે પરતું કોઈ પણ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. અગાઉના વર્ષોમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને અનેક લોકોને ઇજાઓ પણ થઈ હતી ત્યારે પાલિકા કોઈ ઘટના બનવાની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે.જેથી તાત્કાલિક પાલીકા રખડતાં ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી ઢોર માલિકો સામે દંડનિય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.








