Mahisagar news: બેન્કમાં રૂપિયા નથી ચેક મુકીને જાઓ, કેશિયર ખાતામાંથી લાખો રૂપિયા કાઢીને ફરાર
ગુજરાત રાજ્યના મહિસાગરમાંથી બેન્કનો કેશિયર લાખો રૂુપિયા લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.

ગુજરાત રાજ્યના મહિસાગરમાંથી બેન્કનો કેશિયર લાખો રૂુપિયા લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે લગ્નની આ સિઝનમાં મહીસાગરની વિરપુરની બેન્ક ઓફ બરોડા શાખાનો કેશિયર 10થી વધુ ગ્રાહકોના નાણા લઈને છૂમંતર થઈ ગયો છે.
બેન્ક કેશિયરે ગ્રાહકોને બેન્કમાં રૂપિયા નથી
ગ્રાહકો બેન્કમાં રૂપિયા ઉપાડવા જતા ખ્યાલ આવ્યો કે ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે. બેન્ક કેશિયરે ગ્રાહકોને બેન્કમાં રૂપિયા નથી..તેથી ચેક મુકીને જાઓ..જ્યારે રૂપિયા આવશે, તો ફોન કરીશ.તેમ કહીને ઠગાઈ કરી હતી.
બેન્ક મેનેજરે પોલીસ મથકે અરજી કરી
અલગ અલગ ખાતેદારોના અંદાજે 20 લાખ રૂપિયા લઈને કેશિયર ફરાર થયો છે. બેન્ક ખાતેદારોએ વીરપુર બેન્ક શાખામાં લેખિતમાં અરજી કરતા બેંક મેનેજરને જાણ થઈ હતી.જે બાદ બેન્ક મેનેજરે પોલીસ મથકે અરજી કરી હતી.પોલીસે કેશીયરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






