અમદાવાદ : GMDCમાં મંડપ દુર્ઘટનામાં મંડપ સર્વિસના સંચાલક સામે નોંધાયો ગુનો
અમદાવાદ શહેરમાં પીએમ મોદીના કાર્યક્રમ માટે GMDC ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં પીએમ મોદીના કાર્યક્રમ માટે GMDC ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પુરો થયા બાદ આ વિશાળ ડોમના મંડપને ખોલવામાં આવી રહ્યો હતો એ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેનનો પટ્ટો છટકી જતા ક્રેનમાંથી લોખંડની રીંગ નીચે પડી હતી, જેમાં સાત જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે મંડપ સર્વિસના સંચાલક સામે ગુનો નોંધાયો છે.
વસ્ત્રાપુર પોલીસે નોંધ્યો ગુનો
આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે મંડપ સર્વિસ બજરંગ ડેકોરેટનાં સંચાકલ સંદીપ માલી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. બજરંગ ડેકોરેટનાં સંચાકકે મંડપ બાંધતા કે ખોલતા સમયે કામદારોનેહેલ્મેટ કે સેફ્ટી શૂઝ સહિતના સેફ્ટીનાં સાધનો આપ્યા ન હતા. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોડી રાતે 3 વાગ્યે બની ઘટના
આ ઘટના વિશે જાણકારી આપતા વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે નીચે પટકાયા હતા, કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી.
મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે કોઈને કાંઈ સમજાઈ રહ્યું નહોતું. પછી નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા, જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.








