મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ 'ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું', ગજેરા બંધુઓ સામે ધમકી અને ₹1,900 કરોડથી વધુની ઉચાપતનો ગુનો દાખલ

સુરત શહેરમાં શાંતિ રેસીડેન્સી પ્રોજેક્ટ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ઇકો સેલ

Surat/ 'ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું', ગજેરા બંધુઓ સામે ધમકી અને ₹1,900 કરોડથી વધુની ઉચાપતનો ગુનો દાખલ

સુરત શહેરમાં શાંતિ રેસીડેન્સી પ્રોજેક્ટ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ઇકો સેલ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગજેરા બંધુઓ સહિત કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ રૂપિયા 19,28,39,69,000 (ઓગણીસો અઠ્ઠાવીસ કરોડ ઓગણચાલીસ લાખ અગણોસિત્તેર હજાર)થી વધુની ઉચાપત અને ફોર્જરી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલો શાંતિ રેસીડેન્સી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળે છે.

બોગસ રાજીનામું અને ખોટી સહીનો આક્ષેપ

ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીના ડાયરેક્ટર પદેથી દૂર કરવા માટે બોગસ રાજીનામું તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે જ ખોટી સહીઓ કરી શેર હોલ્ડિંગમાં ફેરફાર કરીને છેતરપીંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ધમકીનો પણ ઉલ્લેખ

ફરિયાદી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો ફરિયાદ કરવામાં આવશે તો પરિવાર સમેત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આરોપીઓના નામ

ચુનીભાઇ હરીભાઇ ગજેરા

વસંત હરીભાઇ ગજેરા

અશોકભાઇ હરીભાઇ ગજેરા

રાકેશભાઇ ગીરધરલાલ ગજેરા

બકુલભાઇ હરીભાઇ ગજેરા
(સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ)

ઇકો સેલ પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. શહેરમાં આ કેસને લઇને વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો