મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણામાં વેપારીના આપઘાત મામલે સ્યુસાઈડ નોટને આધારે બે શખ્સની સામે નોંધાયો ગુનો

મહેસાણામાં ટુંક સમયમાં જ ફરી એક આપઘાતની ઘટનાએ સ્વરુપ લીધું છે. જેમાં ઊંઝામાં ગંજ બજારની પેઢ

મહેસાણામાં વેપારીના આપઘાત મામલે સ્યુસાઈડ નોટને આધારે બે શખ્સની સામે નોંધાયો ગુનો

મહેસાણામાં ટુંક સમયમાં જ ફરી એક આપઘાતની ઘટનાએ સ્વરુપ લીધું છે. જેમાં ઊંઝામાં ગંજ બજારની પેઢીમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. એક માસ અગાઉ વેપારીએ માનસિક ત્રાસને કારણે આપઘાત કર્યો હતો.

મહેસાણા જિલ્લામાં ઊંઝાના ગંજ બજારની પેઢી નંબર E-311માં વેપારી વિનોદ પટેલે આપઘાત કર્યો હતો. આ મામલે આપઘાત કેસમાં મળી આવેલી સ્યુસાઇડ નોટના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સંજય પટેલ અને મુકેશ શાહ નામના ઈસમ સામે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો : મહીસાગરની શાળામાં ભાડુતી શિક્ષિકા ભુલકાંઓને ભણાવતા કેમેરેમાં કેદ, પુછવા જતાં શાળા છોડીને ભાગ્યા

આ શખ્સો ધંધામાં ભાગીદારી ન હોવા છતાં તેમણે રૂપિયા પડાવ્યા હતા. તેમણે બ્લેકમેઇલ કરીને વર્ષ દરમ્યાન કુલ 78 લાખ પડાવ્યા હતા. રૂપિયા પડાવવાની સાથે માનસિક ત્રાસ આપતા હતા જેથી વેપારીએ આખરે ગળેફાંસો ખાધો હતો. આ સમગ્ર મામલે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના કેસમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો