મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ, ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગર રહેવા સૂચના આપવામાં આવી

Gandhinagar news: ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ફેરફાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ, ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગર રહેવા સૂચના આપવામાં આવી

Gandhinagar news: ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ફેરફાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટનો વિસ્તાર થવાનું હવે નક્કી છે. સુત્રો અનુસાર 10થી 11 વર્તમાન મંત્રીઓને હટાવવામાં આવી શકે છે જ્યારે 14થી 16 નવા ચહેરાને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે. ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની રાજભવનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કેબિનેટમાં આગામી 48 કલાકની અંદર ધરખમ ફેરફાર થવાની શક્યતાઓ છે. જેથી બે દિવસ ગુરુવાર અને શુક્રવારે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. દંડક ઓફિસેથી તમામ ધારાસભ્યોને આ અંગેની સૂચના અપાઈ છે.

સૂત્રો અનુસાર સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની કેન્દ્રીય નેતૃત્ત્વ સાથે મેરેથોન બેઠક યોજાઇ હતી જેમાં મંત્રી મંડળના વિસ્તારને લઇને બ્લૂ પ્રિન્ટ ફાઇનલ કરી લેવામાં આવી છે. ગુજરાતમાં કેબિનેટમાં કૂલ 17 મંત્રી છે. જીતુ વાઘાણીની રિ-એન્ટ્રી થઇ શકે છે. બે મહિલાને મંત્રીપદ, સૌરાષ્ટ્રનું કદ વધશે. 

 નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ ફાઈનલ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 16 ઓક્ટોબરે સાંજ સુધી આ જાહેરાત થઇ શકે છે. 15 ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્માના રાજકોટમાં કાર્યક્રમને કારણે 16 ઓક્ટોબરે જાહેરાત થશે. તે બાદ 18 ઓક્ટોબરે શપથગ્રહણ યોજાઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે સોમવાર સાંજે યોજાયેલી બેઠકમાં નવો કેબિનેટ ઢાંચો લગભગ નક્કી કરી લેવામાં આવ્યો છે. આશા છે કે વિસ્તારના તરત બાદ નવી કેબિનેટની બેઠક થશે જેમાં વિભાગોને વહેંચણી કરવામાં આવી શકે છે.

મંત્રી મંડળમાં સંભવિત ફેરફાર

ક્યા મંત્રી યથાવત રહેશે

બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા

ક્યા મંત્રીની વિદાય નક્કી

કનુ દેસાઈ, કુબેર ડિંડોર,ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુકેશ પટેલ, ભાનુબેન બાબરિયા, પરસોત્તમ સોલંકી, મૂળુ બેરા, કુવરજી હળપતિ

કોને મંત્રી પદ મળશે

જયેશ રાદડિયા,અર્જુન મોઢવાડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરીને મંત્રી પદ અપાય તેવી શક્યતાઓ છે. 

આ સમાચાર શેર કરો