મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના આગમન પહેલા PMના પોસ્ટર પર શાહી ફેંકાઈ

Rajkot news: રંગીલા શહેર એવા રાજકોટમાં નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્ર

Rajkot news: ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના આગમન પહેલા PMના પોસ્ટર પર શાહી ફેંકાઈ

Rajkot news: રંગીલા શહેર એવા રાજકોટમાં નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સ્વાગત કાર્યક્રમ હતો. જ્યાં તેઓ પહોંચે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કોઈ ટીખળખોરે કાળી શાહી ફેંકી હતી. સ્વાગત કાર્યક્રમના પોસ્ટરમાં પીએમના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવી હતી.

રાજકોટના બહુમાળી ભવન ચોક નજીક સ્વાગત કાર્યક્રમનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતા તાત્કાલિક આ પોસ્ટરને હટાવી નવું પોસ્ટર મૂકવામાં આવ્યું હતું. જગદીશ વિશ્વકર્મા કાર્યક્રમના સ્થળ પર આવે તે પહેલા કોઈ ટીખળખોરે શાહી ફેંકી હતી. જેથી તાબડતોબ પોસ્ટરને બદલવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો