BZ કૌભાંડ: ધવલ પટેલ કરાવતો હતો ડોક્ટરોનું રોકાણ, શિક્ષકોની મુખ્ય ભૂમિકા; ભુપેન્દ્રસિંહના મોજશોખના વીડિયો વાયરલ
ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છ

ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે.
ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે. .
ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.
શિક્ષકોની સંડોવણી સમયે આવશે તો થશે કાર્યવાહી - જિલ્લા શિક્ષણાધિકારી
ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને મોટામોટા બિઝનેસ ગ્રુપે રોકાણ કર્યાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કૌભાંડમાં મોટાભાગે શિક્ષકોએ રોકાણ કર્યું હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ રોકાણકાર સામે આવ્યો નથી. શિક્ષકોના રોકાણ અને એજન્ટની ભૂમિકા મામલે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું છે કે, હજુ સુધી કોઈ શિક્ષકની ફરિયાદ સામે આવી નથી. શિક્ષક એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું સામે નથી આવ્યું. જો ફરિયાદ સામે આવશે તો તપાસ હાથ ધરાશે.’
ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોના મોજશોખના વીડિયો વાયરલ
6000 કરોડનું ફૂકેલું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટોના મોજશોખના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભુપેન્દ્રસિંહ અને તેના એજન્ટો રૂપિયાની કોઈ પણ પરવા કર્યા વગર બેફામ રીતે મોજશોખ મનાવી રહ્યા છે. ક્યારેક ડાયરાઓમાં નોટોના બંડાલો ઉડાવી રહ્યા છે તો એજન્ટો વિદેશ ટુરમાં મોંઘી મોંઘી જગ્યાએ ફરી રહ્યા છે.
ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલ ઓસ્ટ્રેલિયામાં?
ભુપેન્દ્ર ઝાલાના કૌભાંડ બાદ cid ક્રાઇમ તેના મળતીયાઓને શોધી રહી છે. જેમાં એકનામ ધવલ પટેલનું પણ છે. ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની હિંમતનગરમાં પેથોલોજી લેબ ચાલી રહી છે. હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક ધવલ પટેલ છે. ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના PR વિઝા ધરાવે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ધવલ પટેલ ગુજરાતના ડોક્ટરોનું બીઝેડમાં રોકાણ કરાવતો હતો. અંદાજે 200 થી 250 કરોડનું રોકાણ કરાવ્યું છે.
અરવલ્લી જિલ્લામાંથી મળી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો
BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અંદાજિત 6000 કરોડનું કૌભાંડ આચાર્ય બાદ દિવસેને દિવસે નવા ખુલાસા થઇ રહ્યા છે. GSTVની તપાસમાં અરવલ્લી જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડો રૂપિયાની મિલકતો સામે આવી છે જેમાં એક બિનખેતી જમીન અને એક આલીશાન ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે. મોડાસાના લીંભોઈ ગામ પાસે અંદાજીત 3 કરોડ કિંમતનું આલીશાન ફાર્મહાઉસ મળી આવ્યું છે. આ ફાર્મ હાઉસ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે નોંધાયેલ છે. આલીશાન ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મોટા મોટા બેડ રૂમ અને મોંઘુદાટ ફર્નિચર મળી જોવા મળે છે.
BZ કૌભાંડ મામલે ભુપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ગામે કરોડોની જમીન ખરીદી હતી. ભુપેન્દ્ર ઝાલાએ સાકરીયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નં 382ની જમીન ખરીદી હતી. આ જમીન 13485 ચોમી છે જેને ખરીદી તાત્કાલિક એનએ કરાવવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતની મિલકતમાં નોંધ પડાવી છે.








