મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: વધુ એક ગુનામાં ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

ગાંધીનગર: ગુજરાતના 6000 કરોડ રૂપિયાના પોન્ઝી સ્કીમ BZ કૌભાંડ ચર્ચામાં છે. BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપે

BZ કૌભાંડ: વધુ એક ગુનામાં ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

ગાંધીનગર: ગુજરાતના 6000 કરોડ રૂપિયાના પોન્ઝી સ્કીમ BZ કૌભાંડ ચર્ચામાં છે. BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે અને બહાર આવવા માટે હવાતિયા મારતો રહે છે.

CID ક્રાઇમે વધુ એક ગુનામાં ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. કપડવંજના રોકાણકારે BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં રૂપિયા ₹2.10 લાખનું રોકાણ કર્યું હતું. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે આરોપી એજન્ટ મયુર દરજી અને BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ હતી. આ મામલે પોલીસે વધુ રીમાંડની માંગણી નહિ કરતા આરોપીઓને  કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

શું છે ઘટના?

BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો