મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : “હું પૈસા આપું છું, તું ઝેર પીને મરી જા”, ઘાટલોડીયામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત

Ahmedabad News : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આ

અમદાવાદ :  “હું પૈસા આપું છું, તું ઝેર પીને મરી જા”, ઘાટલોડીયામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત

Ahmedabad News : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કરી લીધો છે. મૃતક વેપારીએ વ્યાજખોર પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા, જે પરત આપી દીધા હોવા છતાં ઉઘરાણી કરી ધાક-ધમકી આપતા વેપારીએ આપઘાત કરી લીધો છે. 

3 વર્ષમાં 4 લાખ રૂપિયા પરત કર્યા 

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં કે.કે.નગર રોડ પર આવેલી ભાવિન સોસાયટીમાં રહેતા અને શેર માર્કેટ અને હીરા દલાલીનું કામ કરતા અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ(65)એ 2017માં તેમની જ સોસાયટીમાં રહેતા મિત્ર જીભાઈ વાઘજી દેસાઈ પાસેથી રૂ.4 લાખ ઉછીના લીધા હતા. 3 વર્ષ સુધી અતુલભાઈએ જીભાઈને પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા હતા. જો કે જીભાઈએ  તે પૈસાને મૂડી તરીકે ગણાવીને વ્યાજ અને પેનલ્ટી બાકી હોવાનું કહીને પૈસાની ઉઘરાણી કરતો હતો. 

વ્યાજખોરે કહ્યું, “હું પૈસા આપું છું, તું ઝેર પી ને મરી જા”

તા.27 સપ્ટેમ્બરના રોજ સવારના 7 વાગ્યે જીભાઈ અતુલભાઈના ઘરે પૈસાની ઉઘરાણી માટે આવ્યો હતો. તેણે અતુલભાઈ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી અને કહ્યું હતું, “ તું મને પૈસા પાછા આપી ના શકતો હોત તો હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા. જો તું ઝેર પીને મરી જઈશ તો પણ આ ઘર તો મારું જ છે.  જો તું ઝેર પી ન શકતો હોય તો હું તારું ખૂન કરીને જેલ ભોગવવા પણ તૈયાર છું.” 

વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત 

વ્યાજખોરની આવી ધમકીથી વેપારી અતુલભાઈએ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મૃતકની પત્ની પત્ની જ્યોત્સ્નાબેન ભટ્ટે જીભાઈ દેસાઈ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો