પંચમહાલ: પંચામૃત ડેરીમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચરનારા બંટી-બબલીને પોલીસે દબોચ્યા
ગુજરાતમાં નકલીની બોલ બાલા વધી છે, આવી જ એક ઘટના પંચમહાલમાંથી સામે આવી છે. પંચમહાલના પંચામૃત ડેરીમ

ગુજરાતમાં નકલીની બોલ બાલા વધી છે, આવી જ એક ઘટના પંચમહાલમાંથી સામે આવી છે. પંચમહાલના પંચામૃત ડેરીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપીને ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે.
લાલચ આપીને સંખ્યાબંધ લોકો સાથે રૂપિયાની ઠગાઈ કરીને થયા હતા ફરાર
લાલચ આપીને સંખ્યાબંધ લોકો સાથે રૂપિયાની ઠગાઈ કરીને ભેજાબાજ યુવાન અને યુવતી ફરાર થઈ ગયા હતા. આરોપીઓની ઓળખ નિશાંક પાઠક અને દિપીકા રાઠોડ તરીકે થઈ છે.
નિશાંક પાઠક અને દિપીકા રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
પોલીસે નિશાંક પાઠક અને દિપીકા રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. તો બીજી તરફ છેતરપિંડી કરનાર બંટી બબલીને શહેર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને જેલ ભેગા કર્યા છે. આ બંટી બબલી ડેરીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપતા હતા. જરૂરિયાતમંદ લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા.






