માંડવીમાં ભાજપના નેતાની દાદાગીરી આવી સામે, ગણેશ વિસર્જનમાં પોલીસ સામે કરી જીભાજોડી
રાજ્યમાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. સુરત જિલ્લાના માંડવી ખ

રાજ્યમાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. સુરત જિલ્લાના માંડવી ખાતે ગતરોજ ગણેશ વિસર્જન પ્રક્રિયા હતી. મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરવા આવતા હોવાથી પોલીસ વિભાગ દ્વારા એક મૂર્તિ સાથે માત્ર પાંચ જ સભ્યોને મંજૂરી આપી હતી. જોકે વિસર્જન સમયે માંડવી ખાતે પ્રદેશમાં હોદ્દો ભોગવી ચૂકેલ ભાજપના નેતા જગદીશ પારેખે પોલીસ સામે પોતાના કાર્યકરો છે.તેઓને સત્તાની તાકાત બતાવી જાહેરમાં પોલીસ કર્મી સમક્ષ બેફામ વાણી વિલાસ કર્યો હતો. જેનો વિડીયો હવે સામે આવ્યો છે.
બેફામ વાણી વિલાસ
રાજ્યમાં એક તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ વિભાગની ગણેશ વિસર્જનને લઈને કામગીરીની ખૂબ જ સરાહના કરી હતી. ત્યારે સુરત જિલ્લામાં તેમના જ પક્ષના કેટલાક નેતાઓએ સત્તાના જોરે આ જ પોલીસના સામે બેફામ વાણી વિલાસ કર્યો હતો. ઘટના એ હતી કે, ગણેશ વિસર્જન પ્રક્રિયા હતી. જેથી સુરત જિલ્લાના માંડવીમાં પણ મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાનું સ્થાપન થયું હતું. વહીવટી તંત્ર દ્વારા આ તમામ મૂર્તિઓને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તે માટે પોલીસ વિભાગે એક મૂર્તિ સાથે ગણતરીના માણસોને જ જવા દેવાનું નક્કી કરાયું હતું.
રૂઆબ બતાવાયો
માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર મહિડા જતા પોલીસે અટકાવ્યા હતા. જેથી સત્તાના ઉન્માદમાં ફરતા અને હંમેશને માટે ચર્ચામાં રહેલા એવા ભાજપ નેતા જગદીશ પારેખએ ફરજ પર હાજર પોલીસ કર્મીને સત્તાનો રુઆબ બતાવ્યો હતો. એક બાજુ ફરજ ઓર હાજર પોલીસ કર્મી સહકાર આપવાની વાતો કરતા રહ્યા અને બીજી બાજુ ભાજપ નેતા જગદીશ પારેખ પોતે ભાજપના અને સંગઠનના માણસો છે. તેઓને તમારે જવા દેવા પડશે એવો આગ્રહ પોલીસ સમક્ષ કર્યો હતો. આ કામ અમારું છે. એવું જણાવી પોલીસ સમક્ષ વાણી વિલાસ કરતો વિડિયો સામે આવ્યો છે. ત્યારે હવે ભાજપ સંગઠન દ્વારા પણ પોતાના પક્ષના નેતાઓને શિસ્ત અને યોગ્ય વાણી વિલાસ નહીં કરે તેવા પાઠ ભણાવે તે જરૂરી થઈ પડ્યું છે.







